વધુ પડતા પ્રદર્શનથી છે રાજી,
અને સૌના સમર્થનથી છે રાજી.
ભલે એ કાંઈ સમજે કે ન સમજે,
ગરમ મોસમ બડપ્પનથી છે રાજી.
તમે જોયું હશે આઝાદ પંછી,
કદી સોનાના બંધનથી છે રાજી ?
અણી વખતે જે કંટક કામ આપે,
જરૂરત એવા દુશ્મનથી છે રાજી.
આ વ્રુક્ષો,પંખીઓ,શાળા ને ઘર આ,
અમે બસ આ જ ગુલ્શનથી છે રાજી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply