વાદળાં
ગઈ કાલે રાત્રે
મારા ઘર બહાર બેસવા આવ્યાં.
હું જરાક મોડી પડી,
બાકીનાં તો ચાલ્યાં ગયા
કેટલાંક
રાહ જોતા બેસી રહ્યા.
અને હવે જુવો,
મારા અછાડતા સ્પર્શે
લજાઈ જાય છે.
આ બધું જોઈ રહેલા
મારા નાના છોડવાઓ
બહુ હેરત થી
ખીલવું કે મૂરઝાવું
વિચારી રહ્યાં છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply