વાતને શરૂઆતથી ખાળી શકી !
કેમ કે હું અંતને જોઈ શકી !
આપવાની પ્યાસથી દોડી નદી,
એટલે દરિયા સુધી પહોંચી શકી !
કેટલી નજદીક્ છું મારાથી હું,
દૂર એનાથી રહી, જાણી શકી !
તર્કના હથિયાર સૌ હેઠા પડ્યા,
જે ક્ષણે હું આ હ્રદય ખોલી શકી !
દર્દ, પીડા, આંસુનો આભાર કે –
હું ગઝલ સાથે મને જોડી શકી !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply