વાત કરવા કેટલો તન્મય થયો,
વાયરો પણ આજે તો સંજય થયો.
ગુલમહોરી તેજને જોયા પછી,
તડકાને ખુદ્દની ઉપર સંશય થયો !
મેં પ્રથમ આ જાત ઓગાળી હતી,
એટલે સંબંધ તેજોમય થયો
કોઈના હોવાથી એવું લાગે કે –
સાંજ ટાણે જાણે સૂર્યોદય થયો !
મેં તો ખાલીપો જરી સરભર કર્યો,
આપની નજરે ગઝલ-સંચય થયો !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply