વાઘ કરતાં પણ વધારે ડર હરણનો લાગશે,
આજના સલમાન સૌ ટેવો હવેથી ત્યાગશે.
જંગલી કાનૂનથી ફરવા નીકળશે સૌ પશુ,
લોક જંગલમાં જશે, પ્રાણી નગરમાં આવશે.
‘સંસદોમાં’ બાખડો નૈ, પદ્મશ્રીઓ,ચૂપ રહો,
આપની કૂટેવ આખા દેશને શરમાવશે.
એક થઈ જાઓ હવાઓ, ને સિયાસત ના કરો,
ચાંદ સૌ ભેગા થશે તો ક્રાંતિ પણ આવશે,
વલ્કલોમાં, કોણ, કેવું છે ખબર પડશે તને,
દોસ્ત, સડકો પર તમાશાઓ કરી જે નાચશે.
સરહદોનો ભય અમારા આંગણે આવી ન જાય,
બંધનો તોડો નહિ તો રોગ સૌને ડારશે.
“લોક” જંગલ રાજમાં’ સિદ્દીક’ કરે છે રોશની,
તુ સળી જો આપશે તો ઘર જલાવી નાખશે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply