ઉત્સવ કેરા રંગોની હેલી થઇ જો આવી ધૂળેટી
કુદરતના ઉમંગોની થેલી થઇ જો આવી ધૂળેટી
ફૂલો ખીલ્યા છે મદહોશી માં કેશરનાં રંગો ઓઢી
ઓઢી ફાગણ ઋતુઓ ધેલી થઇ જો આવી ધૂળેટી
રંગોથી ભીંજાતી ચુનરી થરથરતી કરતી ફરિયાદ
હૈયામા મસ્તીઓની હેલી થઈ જો આવી ધૂળૅટી
આંબા ડાળે બેઠી કોયલડી કરતી મીઠા ટહુકાઓ
વગડે મૌસમ આખી મદઘેલી થઈ જો આવી ઘૂળેટી
હોળીમાં બાળી નાખો ઝઘડાઓની સાથે સઘળા વેર
સ્નેહે સૌને સાંકળતી વેલી થઇ જો આવી ધૂળૅટી
અંતરમાં રાખો આનંદી પળને પાસે જકડીને
મીઠા સંબંધોમાં રંગાયેલી થઇ જો આવી ધૂળેટી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply