કપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે,
શિક્ષિત આ, સ્વાર્થીપણું હદપાર કરે છે.
અભ્યાસ, નોકરી, અને સત્તાની સાથે ભય,
માણસની ઓળખાણ તો કિરદાર કરે છે.
આ લોક મોંનું થૂક ઉડાવે છે રાતદિન,
સાચી જ મન કી બાતતો સરકાર કરે છે.
બોલો જરાક સાચવી ડાહ્યા જનોમાં દોસ્ત,
આ લોક તો સલાહમાં વેપાર કરે છે.
સિદ્દીક નકાબ મુખનું ધરાવીને આવજો,
બાકી અહીં તો વાયરસ બિમાર કરે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply