ઉનાળો ગયો
અને, શિયાળો આવ્યો.
મેં રોજ ખુલ્લી રહેતી બારી બંધ કરી.
જેને સવારમાં હું ખોલતી ત્યારે
એક પંખી, સામે બેસી ટહુકતું હતું
મારે તેની સાથે,
પળ બે પળની સંગત હતી.
પણ આ પંખીઓ,
બહુ શાણા નીકળ્યા.
હવા બદલાતી જોઈ
ઘર છોડી ગયા.
જાતી વેળાએ ટહુકામાં
એવું તો કંઈક કહી ગયા,
કે ઝાડ
બધાય પાનાં ખેરવી બહુ રડયા.
હું
ના પંખી બની ઉડી શકી
ના પાંદડા ખેરવી રડી શકી
હું આજ બંધ બારીએ બેઠી છું
ફરી ટહુકા સાંભળવાની રાહમાં
ફરી બારી ખોલવાની ચાહમાં.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply