ઊગતા સૂરજને પૂંજે છે નજર,
એમ સ્વાગત રોજ માંગે છે નજર.
હાથ જેનો પ્હાંણ નીચે હોય છે,
એ હિમાલયનેય તોડે છે નજર.
રાનુ મંડલ જેમ કોઈ શહેરમાં,
ભાગ્યનું સરનામું શોધે છે નજર.
ભૂલવા ચાહું અને દરરોજ તું,
દોસ્ત, તું ને તું જ આવે છે નજર.
નર્મદા શા ડેમ છલકાવી શકે,
આંસુઓને ક્યાંક લૂછે છે નજર.
– સિદ્દીક ભરૂચી
Leave a Reply