ત્યાં સુધી પગલા ગયાની વાત છે,
જ્યાં સુધી ઈચ્છા ગયાની વાત છે.
એટલે આકાશને ટેબા ભરે,
બે કદમ આઘા ગયાની વાત છે.
આખથી ધોવાઈને ઊતરી ગયા,
એ ચરણ ગંગા ગયાની વાત છે.
કોર્ટમાં બુર્ખા ગયા હક્ક માંગવા,
પથ્થરો આડા ગયાની વાત છે.
જંગલોમાં કારખાના નીકળ્યા!
વિશ્વમાં રસ્તા. ગયાની વાત છે.
– સિદ્દીક ભરૂચી
Leave a Reply