તું વાંચી સઘળું સમજે તો સમજાવજે
તને આપું કાગળ કોરો મહી ટપકાવજે
મેં નહીં લખેલી લાગણીઓ ના સમ… મને સમજાવજે
લાખો વાતો કેદ કરી છે દાબલીમાં,
જો મળે અંતરને પોરો મને જણાવજે
મેં નહીં લખેલી લાગણીઓ ના સમ … મને સમજાવજે
થોડું થોડું કરી ઠાલવ્યું આંખો મહી
તું વાંચી શકે જો કંઈ મને વંચાવજે
મેં નહીં લખેલી લાગણીઓ ના સમ … મને સમજાવજે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply