તું સુરજ બની પરોઢે પ્રસરે છે રંગો વડે ,
હું કિરણોથી મુજ જીવન ભરું તુજ થકી
તું જ ફરી ઊગવા થાકેલા સુરજને સાચવે છે
એમ હું મરણ પછી જન્મને પામું તુજ થકી
તું કરુણાનો સાગર થઇ હ્રદયે ઊછળે સદા.
હું સત્સંગ વડે તારા મહી ઓગળું તુજ થકી
રાહ જોઉ છુ વ્હાલા તુજની સદાય હર જગે,
અધુરી આસ મારી ફળશે માત્ર એ તુજ થકી
સંપૂર્ણ જગમાં અપૂર્ણતા મારા પ્રભુ તારા વિના
ચરણોમાં તારે સાચી મળે પૂર્ણતા તુજ થકી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply