આ લાગણીઓ નું તો એવું છે ને!
કોઈને સમયસર ના મળે,
અને મળે ત્યારે તેને ઝીલવા સમય ના મળે.
માટે જ્યારે પણ મળે ત્યારે તેનો સંગ્રહ કરી લેવો.
અછતમાં ઉપયોગી એવું આ સંઘરવા લાયક ધન છે.
આ લાગણીઓમાં નકરું ગણિત છે.
જયાં ક્યારેક સરવાળા થાય તો બાદબાકી પણ ખરી,
વળી લાગણીઓ બમણી અપાય ત્યાં ગુણાકાર પણ ઘણા.
છતાં એમાં આંકડાનું ગણિત કામ નથી આવતું.
આ લાગણીઓનું વિશ્વ પણ કેવું અજીબ.
જેમાં સાથ અને યાદ, જરૂરિયાત પ્રમાણે વધઘટ થતા જાય છે.
જે કદી પથ્થર બની ડૂબાવે તો વળી ફૂલની માફક તરાવે પણ છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply