હવાએ રૂખ બદલ્ચું છે સમજજો,
ખુશીએ ગુલ ખીલવ્યું છે સમજજો.
દિશાઓ પણ હવે બદલાઈ ગઇ છે,
સમય અમને સમજ્યું છે સમજજો.
હવે ડગલે ને પગલે છે પરીક્ષા,
પળેપળ ગમ વિકસ્યું છે સમજજો.
કબૂતરની જમાતોની જગ્યાએ,
નવું પંખી નીકળ્યું છે સમજજો.
તમારી પાસ આવે એક પંખી,
કોઈ વાતે તરસ્યું છે સમજજો.
અસત્યોને ઘણું ‘ સાચું’ કહીને,
મેં ‘ સિદ્દીક’ને બદલ્યું છે સમજજો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply