શોર છે કે, ચોર ચોકીદાર છે,
જે જગાડે છે, શું ભાગીદાર છે?
ઈશ્ક કરીએં કોઈને ગમતું નથી,
દુશ્મની કરવામાં સૌ તૈયાર છે.
ફકત હોઠો પર છે ફૂલોની સૃગંધ,
લાગણીના હાથમાં હથિયાર છે.
મોગરો, ચંપો, કમળ અથવા ગુલાબ,
આ જ મારા શ્હેરની સરકાર છે.
હું જ. સાચો તુજ ખોટો હરજગા,
આ જ બિમારીથી સૌ ઘરબાર છે.
કોઇ, કઇ ‘ સિદ્દીક ‘ પોતાનું નથી,
કબ્ર બસ મુજ નામનો વિસ્તાર છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply