ખુદ હ્રદય પણ દોસ્ત ના મારૂં થયું,
ભૂખ ના સંતોષી એ બ્હાનું થયું.
ગાઢ અંધારું ને સુનું ઘર હતું
પારણું હલ્યું તો અજવાળું થયું.
સાગરો ખૂંદી કિનારે આવતાં,
ને પછી નૌકામાં એક કાંણું થયુ
ગર્વ લેતી’તી છબીથી પેઢીઓ,
આજ ખાલી ઘરનું એ ખાનું થયું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply