અમારાથી તને જે દોસ્તી છે,
નથી એ કઇ પ્રણયની રોશની છે.
નગર સમજે છે વર્ષા થઇ રહી છે,
સિતારાઓની આ તો ઓઢણી છે.
હતો એ યુગ હ્રદયથી વાગતી’તી,
ઈલેક્ટ્રોનિક અમારી વાંસળી છે.
એ જંગલમાંથી આવે કે નગરથી,
ફકત એક નામ એનું માનવી છે.
કદમ સચ્ચાઈના અટકી ગયા છે,
મગર અફવા ઘરેઘર પાંગરી છે.
ખબર ત્યારે પડી, પકડાઈ જીહવા,
ગઝલ એની નથી પણ કોઇની છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply