રાહોમાં નહિં, આંખોમાં અંધારું છે,
ઘરની ઈંટો, ભિંતોમાં અંધારું છે.
મોટી ખુરશી પર મોટા માથાઓની,
નાની નાની વાતોમાં અંધારું છે.
ચેહરે ચેહરે, પ્રશ્નો,ચિંતા, “રોકડની”,
સાંભળ્યું છે, બેંકોમાં અંધારું છે.
સૂરજ, ચાંદ, સિતારાઓ જ્યાં હાજર છે,
એવા પણ વિસ્તારોમાં અંધારું છે.
કેવા કેવા કામ બને છે ‘સિદ્દીક’ના,
સારૂં છે , જ્યાં રાતોમાં અંધારું છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply