ભીંતોનું સુશોભન સુવિચાર છે,
ઈમારતની શોભા પરીવાર છે.
હતો હાથ ક્રુપા રૂપી,મસ્તકે,
હવે ‘ હેડલાઈન સમાચાર’ છે.
નજરમાં ઉગ્યા શું સૂરજ ઇશ્કના,
છે શબ્દો એ કારણ તડીપાર છે.
ઋતુ જેમ મિત્રો બદલવાનો હક્ક,
ફકત એક ગમને અધિકાર છે.
હવે કેમ સંસ્કારના દિવડાં,
ભણેલા – ગણેલામાં લાચાર છે?
કહ્યું: બાળકોએ ઘડી યોજના,
ચાલો, ફરવા આજે રવિવાર છે.
જીવન તો કથા છે અને જીવનાર,
નવી ફિલ્મના સૌ અદાકાર છે.
કદમ ડગમગાવે છે ઈમાનના,
અહીં માર્ગ એવા સમજદાર છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply