ઠરી ગયેલા
ઠરી ગયેલા
તળાવ કિનારે
આ મહુડાનું ઝાડ
નશાખોરી ના ઈલ્જામે
બંધક હતું.
તેને છોડવા પાનખરે
ધરણાં આદર્યા.
પાનેપાન ગીરવે મુક્યા
છેવટે
મુક્તિનો આદેશ મળ્યો.
એ જાણી તળાવ હસ્યું
વસંતે ડોકું કાઢયું
ને મહુડો ફરી ખિલ્યો.
ભૂલી ગયો
ફરી તેને,
એજ બંધન નિશ્ચિત છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply