થઇ ગયા જ્યાં સવાલ વસ્તીમાં,
થઇ ગઈ ત્યાં બબાલ વસ્તીમાં.
રોજ આશ્ચર્ય, રોજ સરપ્રાઈઝ,
રોજ બનતું કમાલ વસ્તીમાં.
વાવ શ્રદ્ધા પ્રચાર કર પુષ્કળ,
પાથરી દે, રૂમાલ વસ્તીમાં.
હાથમાં સૂર્ય લઈને શોધું છું,
ક્યાં રહે છે વહાલ વસ્તીમાં.
સાવ નાનું પછાત દીસે છે,
એકેએક છે મિસાલ વસ્તીમાં.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply