ગયો છે ક્યાં જરા સાચુ કહીને,
મુશીબત આવી ગઇ હલ્લો કરીને.
વધારે અનિયમિત થઇ ગયા છે,
કડક નિયમ અને ધારા ઘડીને.
મરે છે માનવી ઈઝઝતથી જાણે,
રજા પર જાય છે શિક્ષક લખીને.
તને એહસાસ થાશે તાજગીનો,
સલીકાથી જશે અમને મળીને.
નથી આ શોભતા સંસ્કાર’ સિદ્દીક’,
તુ બેસે છે વડીલોથી વધીને.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply