તરસ્યું મન હો ત્યારે મૃગ જળમાં જળ સમો આભાસ છે
તરસ મનની છીપાવી દે એવો ક્યાં જળ મહી અવકાશ છે?
અહી યાદોમાં પણ યાદો તણો આંખો મહી વસવાટ છે
કે સપનાઓમાં સપનાઓનો જાણે કોઇનો આવાસ છે.
તમે પણ પારકાં સામે નજર માંડી બગાડો ના નજર
જબરજસ્તી કરીને છીનવી લીધેલ સૌ બકવાસ છે.
ગગનમાં વાદળો દેખાઇ એમાં વરસે ના વરસાદ કૈં
ખબર ક્યાં વાદળૉને હોય કે ધરતીની કેવી પ્યાસ છે?
બને પંડીત થોથાઓ ભણી, પણ એમ નાં માણસ થશો,
અહી વાંચીને જે સમજે છે ત્યાં સાચી વિધ્યાનો વાસ છે.
સદા મારું ને તારું કરતા જીવન આખુ જો ફોગટ ગયું
જશે જ્યાં શ્વાસ ત્યા માણસ નહી, પણ માનવીની લાશ છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply