(આછાંદસ કાવ્ય નો એક નવો ટ્રાય ) કઈ ભૂલ હોય તો સોરી …
તારી યાદ એ સાજન મારે ચુંદડી અને ચોખા
આ જનમે ના કદી થાસું આપણે બેવ નોખા
સેથો ભર્યો સિંદુરી અંબોડે ગુલાબો ના ગોટા
ભાલે ચમકતી ટીલડી ને રંગ ઝલકે અનોખા
પાંપણે પ્રસર્યો પ્રેમ, શરમના ના કોઈ જોટા
વિરહે ભીજાય વ્હાલમ મારી આંખોના ઝરોખા
કાગળ પત્તર શું લખું બધા સબ્દો લાગે ખોટા
અજનબી રાતો દેતી આ સમણાંઓ ના ઘોખા
સ્પર્શવા તલસતું મન અને ઇચ્છાઓ ના ફોટા
તુ મારે મન આનંદ વિનોદ હુ તારી જીવન રેખા
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply