તરસ તો ઉઠી પણ મટી ના શકી,
પછી કોઈ ઈચ્છા વધી ના શકી.
જુદા ના થવાના ‘ શપથ’ લઈ ફર્યા,
ફરી એજ આંખો મળી ના શકી.
હતી લાખ અડચણ ધીરજ ના ખભે,
જરા એટલે ડગ ખસી ના શકી.
ન ખોલી શકી બંધ મુઠ્ઠી ‘ શરમ’,
નયન એટલે કૈ’ કહી ના શકી.
પવનની હતી ભૂલ સમજાઈ ગઇ,
ફરી કોઈ આંધી ઉઠી ના શકી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply