તારા સુધી ગયો છું મને ખ્યાલ પણ નથી,
કોને મળી ગયો છું મને ખ્યાલ પણ નથી.
હા, થૈ શકે કે દાદ ન આપી શકે મને,
કાચો પડી ગયો છું મને ખ્યાલ પણ નથી.
આઝાદ છું હવા અને વરસાદ જેમ હું,
તો પણ નડી ગયો છું મને ખ્યાલ પણ નથી.
પાણી છું જળ, શરાબ ઘરેઘરમાં છું છતાં,
ક્યાંક્યાં ઢળી ગયો છું મને ખ્યાલ પણ નથી.
ઈસાઇ,મુસલમાન,કે હિંદુ કે શીખ કહો,
સૌમા ભળી ગયો છું મને ખ્યાલ પણ નથી.
‘ સિદ્દીક’ હ્રદયમાં સ્વપ્ન રૂપી વારસો મૂકી,
જગથી ઊઠી ગયો છું મને ખ્યાલ પણ નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply