હું રોજ મને તારા મહી શોધું, શોધી મનમાં સરખાવું છું.
કેટલું છુપાવ્યું શું જતાવ્યું, અંતરમાં ચોપડે લખાવું છું
હિસાબ બધા બરાબર રાખજે, હું સમજીને સમજાવું છું
આપણી વચમાં જો હવા આવશે, તો આડ તને ચડાવું છું
થોડીક ઘાલમેલ પ્રેમમાં ચાલે, આટલું સહર્ષ જણાવું છું
સઘળા સુખો વહેચ્યાં ભારોભાર, થોડા દુઃખો હું ચુરાવું છું
જો મોકલે તું કોરોકટ,કાગળ વાંચી આખો મૌજ મનાવું છું
શબ્દોની ક્યા જરૂર પડે છે, તું આંખોથી સધળું વંચાવું છું
સાગર થઈને ઉછળ્યા કરજે, હું નદી થઈ મહી સમાઉં છું
તું થાજે સોણલાં સપના સાજન, હું નીંદર થઈને આવું છું
શરીરનું અસુખ આવીને જાશે, તું મનનું સુખ અપાવું છું
દુખતું તન કાયમનું રીઝે, તું સ્પર્શ મહી અમૃત રેલાવું છું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply