તને ભૂલવાની મથામણ કરે છે,
ખતા એક ચાહક અકારણ કરે છે.
સુખી છે પ્રજા તો સિયાસત બરાબર,
નહીં તો વતન પર એ ભારણ કરે છે.
હજી મૂળમાં ગઇ નથી એ તપાસો,
ગુનાહોને શંકા જ તારણ કરે છે.
ઉતરતી નથી વાત દિલના ગળામાં,
છતાં બુદ્ધિઓ તો શિખામણ કરે છે.
નવા ઘર,નવી શેરીઓ ને નવા જન,
રિવાયતમાં કેવી વિમાસણ કરે છે !
ગુનાહોની વસ્તી થવાનું છે કારણ,
નજર હર જગા’દોસ્ત’કામણ કરે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply