તમે ખમતીધર તો મારી પાસેય ખુમારી છે
સૂર્ય તમારો તો મારી રાતેય અજવાળી છે
મહેલો ને ઉપકારો તમારાં તમને જ મુબારક
તાંદુલ,ભાજી,બોરે ક્યાં કદી ઉતરાઈ માંગી છે
સત્ય જાણું છું હું,એ અને ફક્ત મારો ઈશ્વર
હસતો રહ્યો ક્યાં કદી પલકેય ભીંજાવી છે
હૂંડી સ્વીકારવા આવવું પડશે વૈકુંઠને છોડી
ભક્તિ અને સત ની મારી પાસેય કમાણી છે
ભલેને દ્રોણ,કૃષ્ણ,વશિષ્ઠ નથી મારાં ભાગ્યે
ટકોરાં મારી મારીને જાતને મેય સમારી છે
હું જ બન્યો છું ખુદનો દીવો, વાટ અને ઘી
જાત બાળી જ્યોતિ સર્જવી એય દિવાળી છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply to Lalit Zapadiya Cancel reply