તમે આવો સારું લાગે છે, આ ઘર મારું લાગે છે
તમારી એ વાતો માં તણાયું મન મારું લાગે છે
વચ્ચે એ ઉગ્યો વાટમાં ઘેધુર અટૂલો લાગે છે
તહી પંખી વાતો કરે તો વૃક્ષને સારું લાગે છે
તમારી માટે મુને જીતવું અધરું જ લાગે છે
તમારા સામે હારી જાવાનું સહેલુ જ લાગે છે
પહેલી પ્રિત ની મુલાકાતે રાત લાંબી લાગે છે
સવારે સુર્યનું આંગણે આવવું ભારે લાગે છે
અહી આવો ને પાછા જાવાની હઠ ખોટી લાગે છે
મહી ના ના કહેતા આ હૈયુ હાજી બોલ્યું લાગે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply