તમારા શ્હેરની એકેક શેરી દોડવા માંડે,
કદમ પ્હોચ્યા નથી કે નામ લોકો બોલવા માંડે.
હું ઘરથી બ્હાર નીકળુ છું, તો ચિંતાના ઘણા પંખી,
જરા મોડો પડું તો ગામ આખુ શોધવા માંડે.
પ્રણાલી છે અહીં સૌથી જુદી, જો ભૂલ પકડાશે,
મરેલા પણ ઊભા થઇને તને સૌ કોસવા માંડે.
ખબર એવી પડે કે આ જગા બાકી છે નફરતથી,
સિયાસત ચાંદ આપીને અલગતા રોપવા માંડે.
ગળે ભેટે છે તારા ગામની આ સાંજના રંગો,
અગર રોકાઉ તો મુજને ખરીદી ચાહવા માંડે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply