તમારા શહેરના રસ્તા છળે છે,
કસોટી શું મહોબ્બતની કરે છે?
કટોરો ખૂબ મોટો થઇ રહ્યો છે,
સડક પર એના પડઘાઓ પડે છે.
પ્રદુષિત પાપ ધોવાથી નથી થઇ,
પૂંજાપાથી બધી ગંગા રડે છે.
મહોબ્બતના નથી પત્રો લખાતા,
હવે તો ‘લવગઝલ’આશીક લખે છે.
અજાયબ ઘરમા માનવતા અમારી,
નવા યુગને કથાઓ વર્ણવે છે.
નદી,નાળો કરે છે દુશ્મની ત્યાં,
ખુશીથી માનવીના દિલ મળે છે.
નવી પેઢીને ઘડવાની ખતામાં,
ઘરોના મોભ ‘ ઘરડાંઘર ‘ વસે છે.
ઝમાનત મળતાં સૌ સલમાનખાનો,
કરી દર્શન ઘરે પાછા ફરે છે.
રકમ ખુરશીની દિલ્હીમાં વધે છે,
ને જ્યાં ત્યાં રક્તની કિંમત ઘટે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply