જ્યાં ગયા તકદીર લઈ ફર્યા અમે,
દર્દની તસ્વીર લઈ ફર્યા અમે.
માણસાઈની છબીને ભૂંસવા,
મસ્જિદો, મંદિર લઈ ફર્યા અમે.
ખુશ્બુઓ પર ફૂલને આવે શરમ,
એ દવા અકસીર લઈ ફર્યા અમે.
ક્યાંક હળવા શે’રમાં વાતો કરી,
ક્યાંક તીણા તીર લઈ ફર્યા અમે.
વાડ, ટોળા, ગ્રુપ, જાતિ, રંગની,
આ બધી જંજીર લઈ ફર્યા અમે.
એકલા ‘સિદ્દીક’ ઘોરી માર્ગમાં,
ના કદીયે મીર લઈ ફર્યા અમે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply