જીવન છેડે પાંખને ફફડવાની તક તો આપ
ખુલ્લા આભમા મનને ઉડવાની તક તો આપ ..
સાચવી રાખેલા પ્રસંગો માણવાની તક તો આપ
વરસી પડે છે યાદોના વાદળો જ્યા મુશળધાર
ટપકતા વિરહમા પલળવાની તક તો આપ
છત્રી ના ધરે તો છત કરવા હથેળીની તક તો આપ
અતિસય જીદ્દી છે તારું આ બોલકું મૌન,
ભલે રહ્યા હોઠ બંધ આંખોથી સંવાદ તો આપ
અરમાનો બંધ કળીને હવે ખોલવાની તક તો આપ
શબ્દો તડપે છે મારા એકાંતને અભડાવવા,
હવે જાતી વેળાનો કોઈ વિખવાદ તો આપ..
પાછા ફરે ત્યારે તારા હાથ જાલવાની તક તો આપ
ભીતરે ટળવળશે મારો જ અવાજ પડઘો થઇ
થોડી લાગણી સાથેની રેશમી કુમાશ તો આપ ..
ભરેલા મનને સામસામે ખાલી કરવાની તક તો આપ
આથમતી સંધ્યાની આવી પાછલી ક્ષણોની
આવ્યો ઠેઠ તારે દ્વાર,તો આવકારો તો આપ..
જાતી વેળા પ્રેમભરી નજરમાં હકની તક તો આપ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply