સ્વર્ગના આ જાપને ભૂલી ગયા,
આપણે માં બાપને ભૂલી ગયા.
દ્રષ્ય, અવસર બાદ આ જોવા મળે,
રે’…. અમે તો આપને ભૂલી ગયા.
ઈશ્કને હસ્તું ને ખીલતું રાખવા,
ટાઢ શુ છે ? તાપને ભૂલી ગયા.
વાંક જોવામાં પડી ગઇ બુધ્ધિઓ,
વીજળીના કાપને ભૂલી ગયા.
કુદરતી શક્તિને આંખો કાઢવા,
માનવી ખુદ માપને ભૂલી ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply