વિદાય વખતે `મા’ એ કહેલ
દિલ સુધી પહોંચવાનો રસ્તો
પેટથી થઈને જાય….
શીખી એ રસોઈકળા નવેસરથી
બનાવ્યા એણે પાંચ-પકવાન,
ને પીરસ્યા એની થાળીમાં
સસ્નેહ, રોજેરોજ….
આહ! વાહ! કરતો,
એ માણવા લાગ્યો
મધુર ભોજનભોગ…
ને, છેલ્લે
મોં સાફ કરવા એણે માંગ્યું
કંઈક ગળચટું….
ટેવાઈ ગઈ એ પણ
એના સ્વાદની પસંદ નાપસંદ થી…
પણ અસમંજસમાં છે `એ ‘ કે
વળાંકને ફાંટા…
પછી
`મા’ ને કેમ પૂછવું???
આગળ રસ્તાનું દિશા સુચન
~ હેમશીલા માહેશ્વરી `શીલ ‘
Leave a Reply