સ્વ સ્વપ્નોનો ગાળિયો થવું પડે છે
સ્વ સ્વપ્નોનો ગાળિયો થવું પડે છે
પોતે પોતાનો મહાણીયો થવું પડે છે
અમથું નથી થવાતું અમર ઇતિહાસમાં
પાણાંને ટીંચાઈને પાળિયો થવું પડે છે
નથી મફતમાં મળતાં પાન પંચગવ્યનાં
કાન્હાને કામધેનુ ગોવાળિયો થવું પડે છે
લીધો છે જન્મ કળિયુગે તો સહેવાનું જ
માયા રક્ષવાં જીવતો ચાડિયો થવું પડે છે
છે દેહ માનવનો તો પીડા તો રહેશે જ ને
પ્રભુને જોને કંસનો ભાણિયો થવું પડે છે
એ તો હતાં શિવ કે પી ગયાં ઝેર જગનું
ગ્રહણનાં સાપ સામે નોળિયો થવું પડે છે
ટોપી,ખાદી, ભાષણોથી ન થવાય મહાત્મા
ગોળી ખાતો ગાંધી વાણિયો થવું પડે છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply