સૂરજ ચાંદો રમે નભમાં સાત તાળી, સખી તું ….દે તાળી
સાંજ નિરાળી પાંપણની પાછળ સમાણી, સખી તું …દે તાળી
રંગોના ગોટા આભે ચડ્યા ને ઝાલર તાણી, સખી તું…દે તાલી
આભે વાદળાએ માણી રંગોની મિજબાની, સખી તું … દે તાલી
તને સાતે રંગો ભરી મેં મારી પિચકારી, સખી તું … દે તાળી
ભીંજાઈ, કોરી ચૂનર તારી સતરંગો વાળી, સખી તું … દે તાળી
તારા પાયલની ઝંકાર કરે હૈયાની ચોરી, સખી તું… દે તાળી
મચાવે મનડામાં શોર બરસાનાની ગોરી, સખી તું …દે તાળી
આભેથી નીતર્યાં નીરની છે વાત નિરાળી, સખી તું …દે તાળી
હૈયે હૈયું અભડાવવા, જોર જો વાત ફેલાણી, સખી તું …દે તાળી
ના કર મોરે કાના તું મારી સંગે જોરાજોરી, સખી તું …દે તાળી
હૈયામાં લઇને ફરૂં, પ્રીતની અસર એકધારી, સખી તું…દે તાળી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply