સુગંધનો દરિયો ભર્યો મેં મનડું મહેકાવ્યું સ્નેહ થી
રૂપ છોડી, ભીતરથી મારું દલડું સજાવ્યું સ્નેહ થી
આંખો માં મસ્તી ભરી મે આજ્યું કાજળ પ્રેમ થી
પ્રીતની લાલી લગાવી ભર્યું સેથે સિંદુર પ્રેમ થી
તારલીયા નું તેજ ભરી સજાવ્યો ઓરડો પ્રેમ થી
મારી વફાઓ કેરા ફૂલોથી તે મહેક્યો બહુ પ્રેમ થી
ચૂડીઓની ખનખન, ખેચાયો સાજન પણ પ્રેમ થી
હોઠની લાલીમાં ઉછાળ્યો દરિયો મેં બહુ પ્રેમ થી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply