સત્ય છુ, કડવો છું સચવાયો નથી,
હું હજી હાથોમા ઝીલાયો નથી.
એ સરળતાથી તો વંચાયો મને,
પણ સરળતાથી એ સમજાયો નથી.
આ ચરમસિમા પ્રસિધ્ધિની તને ?
તુ ભલે ચર્ચાયો વખણાયો નથી.
આધીઓ આવીને ઓલવ્વા મથી!
હું નજીવો દિપ ગભરાયો નથી.
ઈશ્ક આપીને એ બહેકાવે મને,
હું ચમકતા જળથી ભરમાયો નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply