સૌંદર્ય તો આંખો વડે પીવાતો શરાબ છે સાકી
ઉતર્યા પછી જાણશો કે નકરો આભાશ છે સાકી
પૂછો બાગ ને ઉપવનને કે ભાગ્યમાં શું મળ્યુ છે?
મુરઝાતા ફૂલો સાંજે ગણે એ, આખરી શ્વાસ છે સાકી
પૂછો તમે સુરદાસને, ‘પ્રીત કેમ ચડાવશે ચાકડે?
વિના આંખે પ્રેમને આપ્યો, એ મજાનો ધાટ છે સાકી
પ્રેમને સદાય અમે બસ ભક્તિ ગણી નમતા રહ્યા
રાધા, મીરા, રેખાનો સહિયારો મારામાં વાસ છે સાકી
જતા જતા જો ભીની આંખે આવજો કહો તો સારું
તૂટેલા હૃદયને પણ સંધાય જવાની આશ છે સાકી
શું ફર્ક પડે છે, કાનાને બંસી હોય કે સુદર્શન ચક્ર
રાધાના હ્રદયમાં ગુંજે, એ બંસીનો નાદ છે સાકી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply