સોનાનો મહેલ ખડો કર્યો પણ અંતરના અમીરાત ના હોય એને શું કરવું.
આવા સુખનું શું કરવું ?
આંખ સામે દરિયો છલકાય અને છાંટોય પીવાનું મન ના થાય એને શું કરવું.
આવા જળનું શું કરવું ?
મળ્યા ત્યારથી ચુપકીદી સાધી ને જતી વેળા કવેણ કહ્યા આ ચુપ્પીને શું કરવું.
આવા મૌનનું શું કરવું ?
સ્વપ્ન ભલે સુંદર મનોહર હોય પણ આતો એક છળમય છે તેને શું કરવું.
આવા આભાસનું શું કરવું ?
સમયનું વ્હેણ ખેચી જાશે આરંભ થી અંત લગી,સામે પાર તરી જવાને શું કરવું ?
આવા તોફાનનું શું કરવું ?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply