સ્મરણ તારું એ મારું સ્વાછો સ્વાસ છે
કૃપા એ તારી, મારી કાવ્યનાં પ્રાસ છે
સ્પર્શની મહેકને હું હજુ સુઘ્યા કરું છું
એ સ્મૃતિઓ નો હજુય બહુ ત્રાસ છે
શબ્દોથી દર્દનું વર્ણન તો હું વર્ણવું છું
જડો બની લોહી ચૂસાય, તોય પ્યાસ છે
થોડુ અતીતનું કરજ બાકી છે માનું છું
પ્રાણના પ્રલોભન માટેના આ સ્વાસ છે
ગ્રહણ, લાગેતો મરણ સુધી જતા નથી.
આવતા જન્મની રાહ જોવી વિસ્વાસ છે
જીવન ને તો ‘સખી’ સાચવી રાખુ છુ
રુદન હોય કે ચાહત મારે મન ખાસ છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply