ગીત એવા ગા જમાના શાંભળે,
કાન દઇને પણ સિતારા શાંભળે.
મેઘની મોટી મહેરબાની થતાં,
ભય સપાટી રોજ જનતા શાંભળે.
આ સમય છે ભીંત, બારી, બારણાં,
રાજીપો નહિં દુ:ખ તમારા શાંભળે.
આ નવાં સ્ટેચ્યૂ સમા છે દોસ્તો,
લાભ જોઈને ઇશારા શાંભળે.
પ્રજ્ઞાચક્ષુ લોક ચૂંટેલા અમે?
શું હવે કર્ણો વિનાના શાંભળે.
આંખ આડા કાન કરનારા જુઓ,
લાખ્ખો તમને દીવાના શાંભળે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply