શું કરે અડચણ મને?
સાચવે છે ક્ષણ મને.
ધૂંધળા એકાંતથી,
નાળનું સગપણ મને.
કેસુડાની છાબ દઇ,
હૂંફ દે ફાગણ મને.
તું કસોટી કર ભલે,
આપ બસ કારણ મને.
વાત કહેવી હોય પણ,
પણનું છે ભારણ મને.
મારી સાચી કેફિયત,
આપે છે દર્પણ મને.
આ ગઝલ બોલે અને,
મૌનનું વળગણ મને.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply