જોઈએં તો જોવામાં, એ મહાન લાગે છે,
રોશનીના તળીયે તો, અંધકાર ભાસે છે.
એક દુકાન એવી છે, જે ઉધાર આપે છે,
ને ઊભા બજારેથી, રોજ ભીખ માંગે છે.
ક્યાંક તો હથેળીમાં, ક્યાંક કાર્ડ નીરખીને,
માણસોને એક પોપટ, રોજ રોજ વાંચે છે.
એ ધનિક,’આંખોમા શ્હેરની’, સિતારો છે,
પણ વધેલ ભોજનને, દાનમાં લૂટાવે છે.
‘દોસ્તી પવન સાથે’, એ વિચારમાં પડયા,
આપને હવા ચાહે, મુજને લોક ચાહે છે.
કોઈ જોડવા ઈચ્છે, કોઇ તોડવા ઈચ્છે,
જોઈએ મહોબ્બતની, કોણ લાજરાખે છે.
કોઇ શૅર આપે છે, કોઇ ટીકા, લાઇક પણ,
મુજને કોઇ ‘સિદ્દીક’છે, શાંતિથી વાંચે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply