શોધો તો અહીં લાખ મકાનો નીકળે છે,
માણસ પૂછો, કોક મજાનો નીકળે છે.
બાપે કહ્યું બેટા ! ખોદી નાખો સીમ,
મહેનત કરતા, એક ખજાનો નીકળે છે.
એક ગુનો જ્યાં મોટો થઇને વિસ્તર્યો,
વાત કરી તો, વાંક બધાનો નીકળે છે.
છેલ્લી ઓવર જેમ હવે એક મોટી ખબર,
અફવા થઇને રોજ ફસાનો નીકળે છે.
હર એક રસ્તો દુનિયાનો નકશો જોતાં,
ઘરથી કબ્રસ્તાન જવાનો નીકળે છે.
‘ સિદ્દીક’ મોટા વાહન જ્યાંથી સરકે છે,
રાહ જોવું છું ક્યારે કિસાનો નીકળે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply