શોભતા, શોભાવતા વરદાનનું સ્વાગત કરો,
સર્વેસર્વા આજના મહેમાનનું સ્વાગત કરો.
દ્વાર પર મસ્તિષ્કના, મારી રહી છે જે ટકોર,
ખુશખબર જેવી પીડાના જ્ઞાનનું સ્વાગત કરો.
ભાર આપીને કહે છે કંઇ લખીને શેર કર,
એક મોસમ-ફળ સમા દિવાનનું સ્વાગત કરો.
એક મોટા પદના મુખમાંથી સરેલી એક ક્ષતિ,
છે અગર અજ્ઞાન તો અજ્ઞાનનુ સ્વાગત કરો.
આંખ ને મસ્તક ઉપર જે પૂષ્પને આપી જગા,
જે રીતે મહેકે હવે સુલતાનનુ સ્વાગત કરો.
ઝૂપડી કે મ્હેલ તમને આવકારો દે અગર,
પ્રેમથી જેવું મળે સનમાનનું સ્વાગત કરો.
ઠેસ કોઈને જરી પ્હોંચાડવું મોટો ગુનોહ,
સૌના “સિદ્દીક” ધર્મના ઈમાનનું સ્વાગત કરો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply