શાંત જળમાં એક કાંકરી કેટલા વમળ કરી જાય છે
મીઠા દુઘને ખાટું કરવા જ ખટાસ ભળી જાય છે.
જીવનભર આવકાર આપી, જેને સાચવ્યાં કર્યા
કોઈ નાની સરખી વાત બને જાકારો દઈ જાય છે.
એ આખું રણ ભલે છલકાતું ઝાંઝવાના જળથી.
તરસ્યાને નાની વિરડીમાં જીવન મળી જાય છે.
અહી સબંધો જળમાં જઈ ચહેરાઈ જતા ચહેરા છે
કાંટાળા થોર વચમાં, કો’ મીઠું સ્મરણ જડી જાય છે.
ચાહત સાથે શંકાએ બહુ સગપણ રાખવું સારું નાં,
જીવનભરનો પાકો સ્નેહ પળવારમાં સરી જાય છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply