છાંય તો છાંય પણ ખજૂર નથી,
વ્રુક્ષને કોઈની જરૂર નથી?
સર કરી લીધું સૌ હવાઓએ,
આંધીઓ માટે દિલ્લી દૂર નથી.
તેં છબીને ભલે ખરાબ કરી,
મારી બુદ્ધિયે બેકસૂર નથી.
દિલ સમંદર છે એમ જાંણ થઈ,
તારી હસ્તીમાં કેમ પૂર નથી?
આ હિમાલય અડગ છે સદીઓથી,
માનવીને , છે એ ગુરૂર નથી.
સીમ છે, જાત છે, ને લાચારી,
જીંદગી યંત્ર છે , મજૂર નથી.
સૂર્ય ઝાંખો પડી ગયો ‘ સિદ્દીક’,
ગમની મ્હેંફિલ છે,આજ નૂર નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply